Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વાઘોડિયાના ફલોડ ગામના પીવાના પાણીના સંપમાંથી દારૂની પોટલીઓ મળતા ચકચાર

વડોદરા :વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામમાં પીવાના પાણીના સંપમાં દેશીદારૂ ભરેલી પોટલીઓ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે

  જાણવા મળ્યા મુજબ  વાઘોડિયાના ફલોડ ગામમાં આવેલા પીવાના પાણીના સંપમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. આ સંપમાંથી પીવાનું પાણી સમગ્ર ગામમાં પહોંચે છે. ફ્લોડ ગામના આશરે ૨૦૦૦ જેટલાં લોકો પીવાના પાણીના સંપમાંથી પહોંચતા પાણીનો ઉપયોગ કરે છે. ગ્રામજનોએ વાઘોડિયા પોલીસને જાણ કરી સંપમાં પડેલી દેશીદારૂની પોટલીઓ બતાવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ફ્લોડ ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટી ઠરાવ કરીને પોલીસ મથકમાં આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ સંપમાં દેશીદારૂની પોટલીઓ નાંખવાનું કૃત્ય કેટલાક અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યું હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. સંપમાં દેશીદારૂની પોટલીઓ મળી આવતા ફ્લોડના ગ્રામજનોમાં આરોગ્ય બાબતે ભારે ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.

(9:56 pm IST)