Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સુરત શહેર પોલીસ દ્વારા લોન મેળાના 315 લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજયો

કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી મુકેશ પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ તેમજ વિવિધ બેંકના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા

સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા લોન મેળાના લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી મુકેશ પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ તેમજ વિવિધ બેંકના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ગૃહ મંત્રી તેમજ ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને એક વિતરણ કરવામાં આવ્યું હતું.

 સુરત શહેર પોલીસ દ્વારા લોકો વ્યાજખોરના ચક્કરમાં ન ફસાય એટલા માટે લોન મેળવવામાં લોકોને મદદ કરવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે લોન મેળાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યો હતો.

 આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મંત્રી મુકેશ પટેલ કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશ, સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર આયુષ ઓક અને વિવિધ બેન્કના ચેરમેનો અને મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:46 pm IST)