Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં વધશે મુશ્કેલી;હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી :અરજદારે મેટ્રો કોર્ટના હુકમને પડકાર્યો

અમિતભાઈ શાહ સામે નિવેદનના કેસમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઈ હતી.: રોહન ગુપ્તાની જુબાની લેવા હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી; 22 માર્ચે સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે

અમદાવાદ :  કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી. રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષી મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. જેમાં રોહન ગુપ્તાની જુબાની લેવા હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે.

 અમિતભાઇ શાહ સામે નિવેદનના કેસમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઈ હતી. રાહુલ ગાંધી પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી ચુક્યા છે. હવે 22 માર્ચે સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે 

  ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ પ્રચાર પ્રસારમાં જતા હતા. તેમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપમાં રાહુલ ગાંધીએ અમિતભાઈ  શાહને લઈને એક નિવેદન આપ્યુ હતુ. એ નિવેદન મામલે કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ બદનક્ષીની ફરિયાદમાં કેસની પ્રક્રિયા દરમિયાન રાહુલ ગાંધીએ પણ કોર્ટમાં હાજર રહી ચુક્યા છે. આ સમગ્ર કેસમાં જે તે સમયના આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તાની જુબાની લેવાની પણ અરજદારે રજૂઆત કરી હતી.

 

જો કે મેટ્રો કોર્ટે આ અરજીન ફગાવી દીધી હતી. હવે આ જ મામલે વધુ એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. તેમા મેટ્રો કોર્ટના હુકમને પડકારવામાં આવ્યો છે.

(9:08 pm IST)