Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ધાનપોર ગામના વાલીઓ બસો બાબતેની રજુઆત કરવા ગયા પરંતુ ડેપો મેનેજરે અરજી ન લીધી હોવાનો આક્ષેપ

અગાઉ કન્યા વિનય સ્કૂલના આચાર્યની અરજી સમયે પણ સંતોસકારક જવાબ ન આપનાર રાજપીપળા એસટી ડેપોના મેનેજર પોતાની મનમાની કરતા હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોનું સંચાલન દિવસે દિવસે બગડતું હોય તેમ જણાઈ રહ્યું છે.જેમાં હાલ ઘણા દિવસોથી ડેપો મેનેજર પોતાની મનમાની કરતા હોવાની બુમો બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે.

  થોડાક દિવસ પર રાજપીપળા કન્યા વિનય મંદિર સ્કૂલના આચાર્ય જતીનભાઈ વસાવા શાળામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિધાયર્થીઓ માટે એસટી બસોના રૂટ બાબતે રજુઆત કરી ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હોવાની વાત જાણવા મળ્યા બાદ આજે ધાનપોર ગામના કેટલાક વાલીઓ તેમના બાળકો માટે બસો શરૂ કરવા અરજી લઈને પહોંચ્યા તો ડેપો મેનેજરે અરજી લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી પોતાની જ મનમાની કરી હોવાનું વાલીઓએ જણાવ્યા હતું.માટે આમ આચાર્ય બાદ વાલીઓને પણ બાળકોના ભવિષ્ય માટે બસોની શરૂ કરવાની રજુઆત બાબતે કડવો અનુભવ થતા હાલ રાજપીપળા એસટી ડેપોના મેનેજર પર લોકો રોષ વ્યકત કરો રહ્યા છે.

 જોકે આ બાબતે ડેપો મેનેજર પી.પી.ધામા સાથે વાત કરતા તેમણે આ બાબત ખોટી હોવાનું જણાવી કહ્યું કે મેં વાલીઓ પાસે બાળકો કઈ સ્કૂલોમાં ભણે છે એ વિગત માંગી જેથી મને એ સમયે બસો શરૂ કરવાની સમજ પડે બાકી મને બસો શરૂ કરવામાં શુ વાંધો છે..?ઘણી બસો શાળાઓ શરૂ થઈ ત્યાર બાદ ચાલુ કરી જ છે.પરંતુ મારી પાસે વિગત હોય તો હું ઘટતા રુટો પણ એ સમયે ચાલુ કરી શકું.
વાલીઓ અને ડેપો મૅનેજર બંને ની વાત અલગ અલગ હોય એક બીજા પર ટોપલા ઢોળવા કરતા દરેક સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓનું લિસ્ટ મંગાવી એસટી વિભાગે બાળકોના ભાવિ સામે જોઈ બસના રૂટ ચાલુ કરવા જોઈએ.

(10:12 pm IST)