Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને યુપીમાંથી પકડી સાહસ ભર્યું કાર્ય કરતી નર્મદા પોલીસ

રાજપીપળા PSI પાઠકનું સાહસ ભર્યું કાર્ય: સાત વર્ષથી ભાગતા આરોપીને યુપીમાંથી ઝડપી લાવી રાજપીપળા પો.સ્ટે.માં સોંપ્યો

(ભરત શાહ દ્વારા) નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ કે.કે.પાઠક અને પોલીસ ટીમે રાજપીપળા પો.સ્ટે ના ઈ.પી.કો. કલમ ૩૮૧ ના ગુનાનો નાસ્તો ફરતો આરોપી હરીઓમ રામશંકર ચૌધરી રહે વીજવાલીયા, ઉત્તરપ્રદેશ ( યુ.પી. ) ને તેના ઘર માંથી પકડી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે.
આમ નર્મદા પીએસઆઇ પાઠક અને પોલીસ ટીમે યુપી જેવા રાજ્યમાંથી આરોપીને ઝડપી સાહસ ભર્યું અને સરાહનીય કામ પાર પાડ્યું છે

(10:05 pm IST)