Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હિંદુ નામ ધારણ કરી વડાલીની યુવતીને ફસાવનાર યુવક જબ્બે

સોશિયલ મીડિયા પર સંપર્ક કરીને યુવતીને ફસાવી : યુવતીને ઝારખંડ લઈ જવાની તૈયારી કરતા યુવકને યુવતીના પરિવારજનો તેમજ હિંદુ સંગઠનના લોકોએ ઝડપી લીધો

તલોદ, તા. : ઇડરના બસ સ્ટેશન વિસ્તારમાં હિંદુ નામ ધારણ કરી વડાલીની યુવતીને સોશીયલ મીડીયા પર સંપર્કમાં આવ્યા બાદ ઝારખંડ લઇ જવાની તૈયારી સાથે આવેલા એક વિધર્મી યુવકને યુવતીના પરિવારજનો તેમજ હિંદુ સંગઠનના લોકોએ પોલીસની મદદથી બસ ડેપોમાંથી ઝડપી લીધો હતો.

મૂળ ઝારખંડનો પણ અમદાવાદની હોટલમાં નોકરી કરતો પરિણીત મુસ્લિમ યુવક અફસર માલીક અંસારીએ વડાલીની યુવતીનો સોશીયલ મીડીયા પર પરિચય કેળવ્યો હતો. પરિચય દરમિયાન ઝારંખડના વિધર્મી યુવકે રાહુલ ઠાકોર નામથી યુવતી સાથે સબંધ રાખવા યુવતીના મોબાઇલ ફોન પર પોતાના ફોન દ્વારા વિડીયો કોલિંગથી સંપર્ક કરતો હતો. ઉપરાંત યુવતીને લોભ લાલચ અને દમદાટી આપી રહ્યાનું ધ્યાને આવતા પરિવારજનોને જાણ કરી હતી. આથી યુવતીના પરિવારજનો સહિત હિંદુ સંગઠનોના લોકોએ પોલીસનો સંપર્ક કરી યુવતી દ્વારા છટકુ ગોઠવી ઇડર બોલાવ્યો હતો. અફસર અંસારી ઇડરના બસ ડેપોમાં આવતા હિંદુ સંગઠનના કાર્યકરો અને પોલીસે તેને દબોચી લીધો હતો. તેનું નામ અફસર માલીક અંસારી હોવાનું તેમજ તે પરિણીત હોવાનું કબૂલી યુવતીને પણ ઝારખંડ લઇ જવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. ત્યારબાદ યુવતીએ વડાલી પોલીસ સ્ટેશનમાં ઝારખંડના અફસર માલીક અંસારી (રહે.ખુખરા થાણા પીરટાન્ડ ખુખર ગીરડીહ, ઝારખંડ) વિરૂધ્ધ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:51 pm IST)