Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદના સંતરામપુરમાં દહેજ માટે સાસરીયા ઘરમાં ફિલ્ટર હોવા છતાં ટાંકીનું પાણી પીવા મજબુર કરતાઃ ગરમ હોવાથી પાડોશીના ઘરેથી પરિણીતા પાણી પીતીઃ સાસરીયા સામે ફરિયાદ

અમદાવાદ: ગુજરાતના સંતરામપુરમાં 32 વર્ષીય મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરતા આક્ષેપ કર્યો છે કે દહેજ માટે તેના સાસરિયા ઘરમાં ફિલ્ટર હોવા છતાં તેને ટાંકીનું પાણી પીવાનું દબાણ કરતા હતા. જે ગરમ હોવાથી તે પાડોશીઓ પાસેથી પાણી માંગીને પીતી હતી.

ફરિયાદી પત્ની પરમેશ્વરી પંચાલ દ્વારા તેના પતિ આશિષ પંચાલ અને અન્ય સાસરિયાઓ સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દહેજ માટે તેને હેરાન કરવામાં આવતી હતી. ઘરમાં બધા ફિલ્ટર પાણી પીતા અને તેને તેને ટાંકીનું સાદું પાણી પીવા ફરજ પાડતા જે ગરમ હોવાથી પરિણીતા આજુબાજુમાંથી પાણી માંગીને પીતી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે જમવા માટે સાસરિયાઓ સાથે બેસે તો ત્યાંથી ઉભી કરી દેતા હતા અને તેની સાથે નોકરની જેમ વર્તન કરતા હતા. ફરિયાદીએ આ અંગેની જાણ રાજસ્થા બસવાળામાં રહેતી તેની બહેન રશ્મિને કરતા તેની બહેને તેને પોતાના ઘરે જમવાની વ્યવસ્થા કરી હતી.

મહિલાએ આક્ષેપ કર્યો છે કે લગ્નના તુરંત બાદ તેના પતિ અને સાસરિયાઓએ હેરાનગતિ શરૂ કરતાં કહ્યું હતું કે તારા પિતાએ દહેજમાં કઈ ખાસ આપ્યું નથી. દહેજમાં સોના ચાંદીના દાગીના પણ આપ્યા નથી અને લગ્નમાં ખોટો ખર્ચો કરાવ્યો છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓએ તેને પિતા પાસેથી 10 લાખ રૂપિયા અને 10 તોલા સોનુ લાવવાની માંગ કરી હતી.

આ બાદ પતિએ ફરિયાદી પત્નીને તાત્કાલિક પિતા પાસેથી 10 લાખ રૂપિયા લાવવાની માંગ કરી હતી. જે ન લાવી શકતા પતિ તેની પત્નીને તેના પિતાને ઘરે છોડી ગયો હતો. સાસરિયાઓએ ફરિયાદીને કહ્યું કે તું પાછી આવતી નહિ. આ ઘટના બાદ ફરિયાદીનો પતિ કુવૈત જતો રહ્યો હતો.

પત્નીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે ઘર ખર્ચ માટે પૈસા માંગવા માટે તેના પતિને કોલ કરતી ત્યારે પતિ તેને કહેતો હતો કે તે ખરાબ ચરિત્રની છે અને તેને પિતાના ઘરેથી પછી લઈ જવા માંગતો નથી. પતિએ છૂટાછેડાની માંગણી કરતા કહ્યું કે જે વધારે દહેજ લાવે તેવી પત્ની લાવવાની છે. જો ફરિયાદી તેને છૂટાછેડા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગુજરાતના સંતરામપુરમાં રહેતી ફરિયાદી પત્નીના લગ્ન રાજસ્થાનના બાસવાળામાં રહેતા પતિ સાથે વર્ષ 2019માં લગ્ન થયા હતાં. લગ્નના બાદ જ સાસરિયાઓ દ્વારા હેરાનગતિ શરૂ કરવામાં આવી હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે. ત્યારબાદ લગ્નના આશરે 4 મહિના બાદ પતિ તેને માવતરે છોડી ગયો હતો. પતિ અને સાસરિયાઓ ત્રાસ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.

(5:41 pm IST)