Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

આણંદ એલસીબીએ માહિતીના આધારે આંકલાવ તાલુકાના કંથારીયા પાટિયા નજીક દારૂ ભરી પસાર થઇ રહેલ કન્ટેનર ઝડપી પાડ્યું

આણંદ:એલસીબી પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે આંકલાવ તાલુકાના કંથારીયા પાટીયા નજીક વાસદ-આસોદર રોડ ઉપરથી વિદેશી દારૂ ભરી પસાર થઈ રહેલ એક કન્ટેનરને ઝડપી પાડયું હતું. પોલીસે કેન્ટેનરમાંથી રૂા..૭૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ઝડપાયેલ બે શખ્શો સહિત ત્રણ વિરૂધ્ધ ેપ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીગમાં હતી ત્યારે વાસદ-આસોદર માર્ગ તરફ એક કન્ટેકર વિદેશી દારૂ ભરીને જઈ રહ્યું હોવાની ગુપ્ત બાતમી મળતા એલસીબી પોલીસની ટીમ કંથારીયા પાટીયા નજીક વોચમાં ગોઠવાઈ હતી. દરમ્યાન બાતમીમાં વર્ણવ્યા મુજબનું કન્ટેનર ત્યાં આવી ચઢતા પોલીસની ટીમે તે અટકાવ્યું હતું. પોલીસની ટીમે કન્ટેનરની તલાશી લેતાં અંદર ભરેલ મીણીયા કોથળા હટાવી પાછળના ભાગે તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની ૨૭૦ પેટી મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂની કુલ ૩૨૪૦ નંગ બોટલ જેની અંદાજિત કિંમત રૂા..૭૨ લાખનો જથ્થો જપ્ત કરી જથ્થા સાથે પકડાયેલ બે શખ્શોની પુછપરછ કરતા તે રાજબીરસિંહ ઈંદરસિંહ જાંગડા (રહે.નાંગલોઈ, નવી દિલ્હી) અને સચીનકુમાર મુન્નાલાલ રાઠોડ (રહે.ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની વધુ પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સોનુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને મોબાઈલ દ્વારા સુચના આપે તે જગ્યાએ ડીલીવરી કરવાની હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રૂા..૭૨ લાખનો વિદેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ કન્ટેનર મળી કુલ્લે રૂા.૨૩,૯૧,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બે શખ્શ સહિત જથ્થો મોકલાવનાર શખ્શ વિરૂધ્ધ આંકલાવ પોલીસ મથકમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:20 pm IST)