Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સુરતના ઉઘના વિસ્તારમાં ઇલેક્ટ્રોનિકની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.95લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત:રીંગરોડ-ઉધના દરવાજા ખાતે આવેલા અલકા ઇલેકટ્રોનીક નામની દુકાનમાં રાત્રે ત્રાટકેલા તસ્કરો 1.95 લાખની મત્તાના ઇલેકટ્રોનીક સામાન ચોરીને ભાગી ગયા હતા.

રીંગરોડ સ્થિત ઉધના દરવાજા ખાતે આવેલા અલકા ઇલેક્ટ્રોનીક નામની દુકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનની છતના ભાગે લગાવવામાં આવેલું પતરૂ તોડી અંદર પ્રવેશી પહેલા માળે કેબીનમાંથી 1.95 લાખની મત્તાનો ઇલેક્ટ્રીક સામાન ચોરીને ભાગી ગયા હતા

ઉલ્લેખનીય છે કે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ હોવા છતા રીંગરોડ જેવા મેઇન રોડ પર આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા અઠવાલાઇન્સ પોલીસના નાઇટ પેટ્રોલીંગ સામે શંકા કુશંકાઓ થઇ રહી છે.

(5:20 pm IST)