Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મેઘરજના રાયાવાડામાં નિવૃત પોલીસ કર્મચારીના મકાનમાં આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી

મેઘરજ: તાલુકાના રાયાવાડા ગામે નિવૃત્ત પોલીસ કર્મચારીના મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગમાં રોકડ રૂ. .૫૦ લાખદાગીનાઅગત્યના દસ્તાવેજો સહિત રૂ. ત્રણ લાખની મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મેઘરજ તાલુકાના રોયણીયા ગામે નિવૃત્ત પોલીસ કર્મી ભારૃજી ખાત્રાજી પાંડોરના ઘરે મંગળવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. આગ લાગતા અફડાતફડી મચી હતી. રહેણાંકના ઘરમાં આગ લાગતા આજુબાજુના રહીશો દોડી આવી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો પરંતુ જોતજોતામાં આગ આખા ઘરમાં ફરી વળતા ઘરમાં રાખેલ તમામ ઘર વખરીદાગીના તેમજ જરૂરી દસ્તાવેજોફ્રીજ તથા અન્ય સામગ્રી કુલ મળી રૂ. ,૦૦,૦૦૦ જેટલી રકમની ચીજવસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી જે ઘટના અંગે ભારૂજી ખાત્રાજી પાંડોરે મેઘરજ પોલીસમાં જાણ કરી તાલુકા અને ગ્રામ પંચાયતને જાણ કરતા પોલીસ તેમજ પંચાયતના .. મંત્રી સ્થળ ઉપર પહોંચી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:12 pm IST)