Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ખેડબ્રહ્મા તાલુકામાં પરવાનગી વગર રેતી ભરેલ ટ્રક લઈને નજરે પડતા બે વાહનને ઝડપી પોલીસ હવાલે કરવામાં આવ્યા

ખેડબ્રહ્મા:તાલુકામાં નદીમાંથી પાસ પરમીટ વગર રેતી ભરેલી ટ્રકટ્રેક્ટર જાહેર રોડ ઉપર લઈને જતા ખેડબ્રહ્મા મામલતદાર બુથ ચેકીંગમાં જતા હતા ત્યારે તેમની નજરે ચડતા તપાસ કરતા પાસ વગર રેતી લઈ જતા હોવાનું જણાતા બંને વાહનો જપ્ત કરી પોલીસને સોંપ્યા છે.

ખેડબ્રહ્મા તાલુકામાં રેતીનું વહન કરતા ટ્રકોટ્રેક્ટરો જાહેર રોડ ઉપર દોડતા હોય છે. ખેડબ્રહ્મા મામલતદાર જી.ડી. ગમાર બુથ ચેકીંગમાં હાઈવે ઉપર જતા હતા તે દરમીયાન આગીયા ગામ પાસે પેટ્રોલપંપ નજીક એક ટ્રક જતી હતી તેને ઉભી રખાવતા તે ટ્રકના ડ્રાઈવર પાસે પાસ પરમીટ નહોતી અને ૨૦ ટન રેતી ભરેલી હતી. ટ્રક રામજીભાઈ રબારીની હોવાનું ડ્રાઈવરે જણાવેલ જેને જપ્ત કરી હતી. તેમજ ચાડા ગુંદેલ રોડ ઉપર એક ટ્રેક્ટર પુર ઝડપે જતું હતું તેની પણ તપાસ કરતા ટ્રેક્ટરમાં રેતી વગરપાસ પરમીટે લઈ જવાતી હતી. ટ્રેક્ટર મહિન્દ્રભાઈ રાજાભાઈ ચેનવા મેધ તાલુકો વડાલીનું ડ્રાઈવરે જણાવેલ ખેડબ્રહ્મા મામલતદારે બંને વાહનો જપ્ત કરી પોલીસ સ્ટેશને સોંપી દીધેલ અને ખાસ ખનીજ ખાતાને રીપોર્ટ કર્યો હતો.

(5:12 pm IST)