Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડયો

અમદાવાદ : જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન ગુન્હાખોરીના બનાવો વધી રહ્યાં છે તેમજ ભેળસેળવાળી અને બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ કરી લોકો સાથે છેતરપીંડી અને આરોગ્ય સાથે ચેડા કરવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે ચાંગોદર વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવી તેનું વેચાણ કરતાં એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ રેન્જ આઈજી તથા જીલ્લા પોલીસવડાની સુચનાથી એસઓજી પીઆઈ સહિતના સ્ટાફે ચાંગોદર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે શૈલેષભાઈ રમેશભાઈ સોલંકી હાલ રહે. વસ્ત્રાલ અમદાવાદ તથા મુળ રહે.મેસર પાટણવાળાને ચાંગોદર ખાતે શ્યામ એસ્ટેટ વિભાગ- ગોડાઉન નં. માંથી ડુપ્લીકેટ ઘી બનાવી તેનું વેચાણ કરતાં ઝડપી પાડયો હતો અને જગ્યાએથી રેઈડ દરમ્યાન અલગ-અલગ પ્રકારના તેલ તથા વનસ્પતિ ઘી તથા ઘી ફ્લુ, બનાવટી ઘી ભરેલ અમુલ તથા સાગર બ્રાન્ડના પાઉચ, પેકીંગ કરવાનું મશીન સહિત કુલ રૂા.,૪૩,૨૯૫ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચાંગોદર પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. જ્યારે સમગ્ર રેઈડ દરમ્યાન એસઓજી પીઆઈ ડી.એમ.પટેલ, પીએસઆઈ એન.એલ.દેસાઈ, એમ.જી.પરમાર, વિજયસિંહ, મનુભાઈ, પ્રદિપસિંહ, કુલદિપસિંહ, મુકેશદાન, મહિપાલસિંહ, જગદીશભાઈ, જયંતીભાઈ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી. જ્યારે ડુપ્લીકેટ ઘી બનાવી તેનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી શખ્સ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

(5:11 pm IST)