Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદ સિવાયના કોંગ્રેસના ઉમેદવારોની મોટાભાગની યાદી તૈયારઃ સંભવીત ઉમેદવારોના નામોની યાદી લીક થયાની પણ ભારે ચર્ચા

રાજકોટઃ કોંગ્રેસના આંતરીક સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સિવાયના મોટાભાગના મહાનગરોના ઉમેદવારોની યાદી તૈયાર થઇ ગઇ છે. જયારે અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં અનેક વોર્ડમાં મોટા ડખ્ખા હોવાની યાદી જાહેર થઇ શકે તેવી સ્થિતિ નથી. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના કેટલાય વોર્ડમાં વિવાદ ન હોવાથી મોડી રાતે આ વોર્ડના નામ જાહેર કરાય તેવી શકયતા નકારી શકાતી નથી. બીજી તરફ અમદાવાદ અનેક વોર્ડના સંભવીત ઉમેદવારોના નામની યાદી લીક થઇ ગઇ હોવાની ચર્ચાથી કાર્યકરો અને ટીકીટ વાંચ્છુઓમાં પોતાનું નામ છે કે નહિ?  કોને ટીકીટ આપવામાં આવી છે ? તેવી ઉત્તેજના ફેલાઇ હતી. આ સાથે અનેક વોર્ડમાં કોંગ્રેસના કયારેય સક્રિય ન હોય તેવા નામની ચર્ચાથી ટીકીટ વેચાઇ હોવાના આક્ષેપો પણ થયા હતા.

(4:00 pm IST)