Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

૨૪ કલાકમાં ૨ કિમી લાંબી હાઈવે તૈયાર

વડોદરા- મુંબઈ એકસપ્રેસ- વેના નિર્માણમાં ૪ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા : ૧.૧૦ લાખ સિમેન્ટની બોરીઓ (૫.૫ હજાર ટન) અને ૫૦૦ ટન બરફનો ઉપયોગઃ ૩ કરોડ રૂપિયાનો ખર્ચ

અમદાવાદ : ગુજરાતના વડોદરા શહેરને મુંબઈ અને દિલ્હી સાથે સીધો જોડતા એકસપ્રેસ-વેએ ૪ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. અત્યારે ગુજરાતમાં વડોદરાથી ભરૂચ એકસપ્રેસ-વેનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન  ૨ ફેબ્રુઆરીએ ૨ કિલોમીટર લાંબો અને ૧૮.૫ મીટર પહોળો હાઈવે માત્ર ૨૪ કલાકમાં તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ માટે ૧.૧૦ લાખ સિમેન્ટની બોરીઓ (૫.૫ હજાર ટન) અને ૫૦૦ ટન બરફનો ઉપયોગ કર્યો, જેમાં ૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો. હતો

આ ચાર વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌ પ્રથમ ૧૨ હજાર ટન સિમેન્ટ કૉન્ક્રીટનું ઉત્પાદન કરવાનો છે. બીજુ આ કોન્ક્રીકને એટલા ઝડપથી પાથરવી, ત્રીજુ એક ફૂટ મોટા અને ૧૮.૭૫ મીટર પહોળું નિર્માણ છે અને ચોથો રેકોર્ડ રિજિડ પેવમેન્ટ કવાલિટીને મેન્ટેન કરવી છે. આ તમામ કામ માત્ર ૨૪ કલાકની અંદર જ કરવામાં આવ્યા અને આ પ્રકારે આ એકસપ્રેસ-વેએ એકસાથે ૪ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે

આ રેકોર્ડ વિશે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના મેનેજિંગ ડિરેકટર અરવિંદ પટેલનું કહેવું છે કે, ભારત રસ્તાના નિર્માણમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અમે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે જલ્દી અને સરળતાથી નહીં તૂટે.

વાત માત્ર રેકોર્ડ બનાવવાની નથી, આ આધુનિક ભારતની તસ્વીર છે. જેમાં દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે બેંચમાર્ક સેટ કરી દીધો છે. આ એકસપ્રેસ વેનું નિર્માણમાં હવે વધુ તેજી આવશે, કારણ કે અમારા પ્લાન્ટમાં હવે દર કલાકે ૮૪૦ ક્યૂબિક મીટર સિમેન્ટ કોંક્રીટ તૈયાર થઈ રહ્યો છે.

વિશ્વભરમાં એક સાથે ૧૬ મીટર પહોળો એકસપ્રેસ-વે તૈયાર કરવા માટે કોન્ક્રીટ લેયર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ એકસપ્રેસ વે ૧૮.૭૫ મીટર પહોળો છે. જેના માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરે ખાસ કરીને જર્મનીથી ૨૦ કરોડ રૂપિયાની કિંમતની ત્રણ મશીનો ખરીદી હતી. લગભગ ૧૨૦૦ કિલોમીટર લાંબા આ એકસપ્રેસ-વેના ગુજરાતમાં ૬૩ કિલોમીટરનું નિર્માણ પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(3:18 pm IST)