Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં મુંબઇના સ્વીડનના કાઉન્સલ જનરલ યુત અન્ના લેક્વલે સૌજન્ય મુલાકાતે

રાજકોટ : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લેતા સ્વીડનના કાઉન્સલ જનરલ શ્રી યુત અન્ના લેકવલ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે મુંબઇ ખાતેના સ્વીડનના કાઉન્સલ જનરલ શ્રી યુત અન્ના લેક્વલે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ મુલાકાત પ્રસંગે શ્રી યુત અન્નાનું સ્મૃતિ ચિન્હ ભેટ આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના MD  નિલમ રાની તેમજ સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:19 pm IST)