Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હળાહળ ખોટુ બોલોમાં થોડુક તો સાચુ બોલો : કોરોનામાં ૧૬૨ નહી ૭૩૪ તબીબોએ જીવ ગુમાવ્યા

કોવિડ-૧૯ માં મૃત્યુ પામેલા ડોકટરો અંગે સરકારે રાજસભામાં જાહેર કરેલ આંકડાથી ઇન્ડિયન મેડીકલ એસોસીએશન લાલઘુમ : કાયદાકીય રસ્તો અપનાવવા ચીમકી

અમદાવાદ તા. ૪ : દેશમાં કોવિડ-૧૯ ના કારણે ૧૬૨ તબીબોના મૃત્યુ થયા હોવાની કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજયસભામાં જાહેર કરેલ માહીતીથી દેશભરના તબીબો ચોંકી ઉઠયા છે.

આ અંગે ઇન્ડિયન મેડીકલ એસોસીએશને સરકારને પત્ર લખી આક્રોશ વ્યકત કર્યો છે. ખરેખર કોરોનામાં આજ સુધીમાં૭૩૪ તબીબોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી ૪૩૧ જનરલ પ્રેકટીશનર હતા. ૨૫ તબીબ તો ૩૫ વર્ષથી પણ ઓછી વયના હતા. દેશ સેવા કરવા નિકળેલા તબીબોના મૃત્યુનો ખરો આંકડો શા માટે છુપાવાયો તેવો સવાલ આઇએમએ દ્વારા ઉઠાવાયો છે. તબીબોના યોગદાનને એળે નહી જવા દેવા અને સાચી હકીકત બહાર લાવવા જરૂર પડયે કાનુની રસ્તો અપનાવવાની પણ આઇએમએ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શહીદ તબીબોના પરિવારોને બને તેટલા જલ્દી સહાય આપવા પણ માંગણી મુકવામાં આવી છે.

(12:53 pm IST)