Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદ મનપાનો કોરોના ટેસ્ટિંગ બુથ બંધ કરવા નિર્ણંય :કોરોના કેસમાં ઘટાડો

મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ કામગીરી ચાલુ રહેશે

અમદાવાદ શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો,જેને કારણે  શહેરમાં ઠેરઠેર જાહેરમાં ટેસ્ટીંગ બુથ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના દૈનિક આંકમાં સતત ઘટાડો થતા આ બુથ હવે બંધ કરવામાંનો મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ગોતા ખાતે ટેસ્ટિંગ બુથ બંધ કરવામાં આવ્યું છે. મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ કામગીરી ચાલુ રહેશે.

 મનપાનું આરોગ્ય તંત્ર હાલ વેક્સીનેશનમાં વ્યસ્ત છે છતાં તેમાં પણ ગતિ આવતી નથી. આરોગ્ય સુત્રોએ કહ્યું હતું કે મોટા ભાગના બુથ પર દિવસમાં એકાદ બે વ્યકિત માંડ ટેસ્ટ કરાવતા હતા. અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ખુબ ઘટી ગયો છે. આથી મુસાફરોના ટેસ્ટીંગની ફરજીયાત જરૂર લાગતી નથી. છતાં લોકોને ટેસ્ટ કરાવવો હોય તો તમામ આરોગ્ય કેન્દ્રોમાં સુવિધા ચાલુ જ છે.

(10:13 am IST)