Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજપીપળા કોલેજમાં પરીક્ષા આપવા આવતા પિતા- પુત્રીની મો.સા.ને ફોર વ્હીલ ગાડીએ ટક્કર મારતા બંનેને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામથી રાજપીપળા કોલેજની પરીક્ષા આપવા મો.સા.ઉપર આવતા પીતા પુત્રીને ફોર વ્હીલ ગાડીએ પાછળથી ટક્કર મારતા બે ને ઇજાઓ થઈ હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવિણભાઇ મોહનભાઇ રોહિત (રહે,માંગરોલ તા.નાંદોદ )ની ફરિયાદ મુજબ તે તથા તેમની દીકરી હિરલ બેન પોતાની મો.સા.નં. GJ - 22 - E.2243 લઇને હિરલબેનની કોલેજની પરીક્ષા હોવાથી માંગરોલ ગામેથી રાજપીપળા આવવા નીકળેલ તે દરમ્યાન વાવડી ચોકડી પાસે મો.સા.ને પાછળથી એક ફોર વ્હીલ ગાડીના ચાલકે ગાડી પૂરઝડપે હંકારી લાવી પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી પીતા પુત્રીને ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન લઇ ફોર વ્હીલ ચાલક ત્યાંથી નાસી ગયો હોય રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:32 pm IST)