Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજપીપળામાં પડી ગયેલું રોકડ રકમ સાથેનું પર્સ 5 કલાકમાં શોધી માલીકને પરત આપતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં પોલીસ સ્ટાફની અછત હોવા છતાં અવાર નવાર સરાહનીય કામો પોલીસ ટિમો દ્વારા કરવામાં આવે છે જેમાં આજે એક વ્યક્તિનું રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો સાથે નું ક્યાંક પડી ગયેલુ પર્સ પાંચ કલાક માં પોલીસે અરજદારને મેળવી આપતા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી.

  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા ચંન્દ્રવિલા સોસાયટી માં રહેતા કનૈયાલાલ રતીલાલ માછી એ પો.સ્ટે.માં આપેલી અરજી મુજબ મંગળવારે સવારે તેઓ પોતાના કામ અર્થે કાલાઘોડા ખાતે ગયેલ તે દરમ્યાન તેમનું પર્સ રોકડા રૂપિયા તથા અન્ય અસલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંક પડી ગયુ હતું. જેથી તેમની અરજી બાબતે પોલીસ ઈન્સપેક્ટર આર.એ.જાદવની સુચનાથી એ.એસ.આઈ મનીન્દર રમેશભાઈ બ.ન પ ૬૪ રાજપીપલા પો.સ્ટે એ કમાંડ કંટ્રોલરૂમના સી.સી ટીવી કેમેરા ની મદદથી માત્ર પાંચ કલાક માં ગુમ થયેલ પર્સ રોકડા રૂપિયા ૧૩૮૦૦ તથા અસલ ડ્રાઈવિંગ લાઈસન્સ,ATM કાર્ડ, આધારકાર્ડ , પાનકાર્ડ સોધી કાઢી અરજદારને પરત કરી પ્રશંસનીય કામગીરી કરી છે.

Attachments area

(11:29 pm IST)