Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજપીપળા જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની ૧૧ મી સાલગીરીની ધામધૂમથી ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં આજરોજ જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની 11મી સાલગીરીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી મયુરકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.જયારે વડોદરાના  સંગીતકાર અમિતભાઈએ શ્રી સત્તરભેદી પૂજા ભણાવીને ભક્તાજનોને ડોલતાં કરી દીધા હતાં.  દાદાની ધ્વજારોહણનો લાભ પારસમલજી ભોમરાજ જૈન પરિવારજનોએ લીધો હતો.

   આ પ્રસંગે ગભારામાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ દાદાની ચાંદીથી મઢેલી આંગી તથા મુગટના ચડાવાનો લાભ અમદાવાદ નિવાસી ભરતભાઈ ગાલાએ લીધો હતો.જયારે મૂળનાયક શ્રી સુમતિનાથના શિરછત્ર ચડાવાનો લાભ વડોદરા નિવાસી વૈશાલીબેન મિલનકુમાર શાહે લીધો હતો. તેમજ ગભારામાં બિરાજમાન શ્રી આદિશ્વરદાદા તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી બંને ભગવાનના શિરછત્ર તથા ગળાના હારનાં ચડાવાનો લાભ સ્વ. પદ્મા બેન ચુનીલાલ શાહ હ.મીનાબેન અજયકુમાર શાહે લીધો હતો.આ સિવાય દેરાસર પરિસરમાં વિરાજમાન દેવીના ધજા ચડાવવા પણ બોલાયા હતા,સત્તરભેદી પૂજા તથા જમણવારમાં સરખે હિસ્સે ૧૭ જેટલા ભાગ્યશાળીઓએ લાભ લીધો હતો.
બહારગામથી પધારેલા તથા આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જેમણે પણ ફાળો આપ્યો છે, તેઓનો આ તબક્કે જૈન સમાજના પ્રમુખ હનુમાનભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.

(11:27 pm IST)