Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

છેલ્લા 5 વર્ષથી આમલેથા પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને મુંબઇથી ઝડપી પાડતી એલ.સી. બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા કામગીરી કરવા સુચના મળતા એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા જીલ્લાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓની ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મળવી જીલ્લાના આમલેથા પો.સ્ટે. વિસ્તારના ગુનામાં નાસતા ફરતા આરોપી હેમંતભાઇ ભરભાઇ શુક્લા રહે. મુંબઇ એ -૧૦ સત્યવિજય શોપીંગ સેન્ટર, ઘોડવેનાકા,બીપી રોડ,કંજરી ટવીટ , ભયંદર ઇસ્ટ થાણે ( મુંબઇ ) આમલેથા પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય ખાનગી બાતમીદારથી બાતમી મેળવી મુંબઇ ખાતેથી ઝડપી આમલેથા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે

(11:22 pm IST)