Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લે બોલો : કોર્પોરેટરે પિતાનું નામ કમી કરવા અરજી કરી: તેમનું જ નામ મતદાર યાદીમાંથી ગુમ ! :વિવાદ

ઘાટલોડિયામાં હોબાળો: કોર્પોરેટર જતીન પટેલનું જ નામ મતદાર યાદીમાં નથી

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઇ ગઇ છે. ત્યારે અમદાવાદમાં ભાજપના જ એક ટોચના નેતાનું નામ મતદાર યાદીમાંથી કપાઇ જતા ખાસ્સો વિવાદ સર્જાયો છે. સ્થાનિક તંત્ર દોડતુ થઇ ગયું.છે

 ઘાટલોડિયામાં હોબાળો થઇ ગયો કે કોર્પોરેટર જતીન પટેલનું જ નામ મતદાર યાદીમાં નથી. જતીન પટેલ સ્થાનિક સીટિંગ કોર્પોરેટર છે. તેમણે ચૂંટણીમાં ભાજપની ટિકિટ માંગી છે. જો કે હજુ પક્ષ તરફથી યાદી બહાર પડાઇ નથી. ચૂંટણી ના સમયે જ તેમનું નામ મતદાર યાદીમાંથી ગુમ થયું હોવાથી આ અંગે અલગ-અલગ ચર્ચાએ જોર પકડયું છે

 

મળેલી માહિતી અનુસાર ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ ના પિતાનું અવસાન થયુ હતું જેથી તેમને તેમના પિતાના નામ ને મતદાર યાદીમાંથી કમી કરવા માટેની અરજી કરી હતી.જોકે તેમના પિતા ની સાથે તેમનું પણ નામ મતદાર યાદીમાંથી ગુમ થઈ ગયું છે .જેને કારણે કોર્પોરેટર દ્વારા કલેકટર કચેરીમાં પણ માથાકૂટ કરી હતી.

અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે સાથે ગુજરાત એક્સક્લુઝિવ એ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટર’ની અરજી અમને મળી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. જતીન પટેલ ઘાટલોડીયા પૂર્વ કોર્પોરેટર સાથે વાત કરવા ગુજરાત સચિવ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમને ફોન ઉપાડેલ નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે, જતીન પટેલ રોડ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. મતદાર યાદીમાં નામ ના હોય તો ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરે, ત્યારે ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે, આગામી 21મી ફેબ્રુઆરીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે

(10:11 pm IST)