Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીથી ડો,હેમાંગ વસાવડાને વાંધો : કહ્યું જૂથવાદ વકરશે

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાના નિવેદન બાદ કોંગ્રેસમાં કકળાટ ચાલું થયા છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આ નિવેદન પર આપત્તિ જતાવીને કહ્યું છે કે આનાથી જૂથવાદ વકરશે. બાપુએ બિનશરતી વાતમાં જ શરત મુકાઈ છે જેના કારણે કોંગ્રેસમાં ડખાં થવા સ્વાભાવિક છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘર વાપસીનો મુદ્દો હાલ રાજ્યમાં ચારેબાજુ ચર્ચાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં બિન શરતી આવવાની વાત કરી છે, પણ સાથે સોનિયાજી  અને રાહુલજીને મળવાની શરત પણ મૂકી છે. જો આવનારા સમયમાં શંકરસિંહ વાઘેલા પરત કોંગ્રેસમાં આવશે તો જૂથબંધી વધશે. છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માંગ કરે છે. પરંતુ કોંગ્રેસમાં આવી દારૂબંધી હટાવવાના વચનો ભૂલી જવા પડે. રાજ્યમાં દારૂબંધી હટાવવી શક્ય નથી.

(9:10 pm IST)