Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

GST ચોરીમાં સુરતના બિલ્ડરની ધરપકડ: 19 કરોડની જીએસટી ચોરી પકડાઈ: કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં ધકેલ્યો

ડિજીજીઆઈની ટીમે પીપલોદના બિલ્ડરને ત્યાં દરોડા પાડ્યા હતા

 

સુરત : કરોડોની જીએસટી ચોરી મામલે સુરતના બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. ડિજીજીઆઈની ટીમ દ્વારા 19 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ડિજીજીઆઈની ટીમે પીપલોદના બિલ્ડરને ત્યાં દરોડા પાડ્યા હતા

બિલ્ડર રમેશ ગુપ્તાની ધરપકડ બાદ સુરત ચીફ કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે જ્યૂડિસીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. બિલ્ડર રમેશ ગુપ્તા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટી ચોરી કરવામાં આવી હતી. કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશ ગુપ્તાએ 19 કરોડની જીએસટી ચોરી કરી હતી

(10:41 pm IST)