Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ધાનેરામાં કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી નગ્ન વિડિઓ વાયરલ કરતા ખળભળાટ

મોબાઈલથી વિડિઓ કોલિંગ કરીને નગ્ન વિડિઓ કલીપ બનાવી વાયરલ કરી દેતા ચકચાર

બનાસકાંઠાના ધાનેરામાં એક કોલેજીયન યુવતીને પ્રેમીએ પ્રેમજાલમાં ફસાવી તેનો નગ્ન વીડિયો બનાવી વાયરલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.

  મળતી વિગત મુજબ ધાનેરામાં એક કોલેજીયન યુવતીને જાવેદ મેમણ નામના યુવાન સાથે પ્રેમ હતો, જેણે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને મોબાઈલથી વીડિયો કોલિંગ કરી તેની નગ્ન વીડિયો ક્લીપ બનાવી. યુવતીએ પ્રેમી પર વિશ્વાસ કરી મોટી ભૂલ કરી દીધી. પ્રેમીએ યુવતીનો નગ્ન વીડિયો વાયરલ કરી દીધો.હતો હાલમાં પોલીસે વીડિયોને લઈ તપાસ હાથ ધરી છે.

  આ કેસમાં આરોપીની ધરપકડ કરવા પણ ચક્રો ગતીમાન કરી દીધા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવતી અને તેનો પ્રેમી એક જ કોલેજમાં સહઅભ્યાસ કરતા હતા, અને તેમાં પ્રેમ થઈ ગયો હતો. હાલમાં પોલીસે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:03 pm IST)