Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમદાવાદ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો :ગળાના ભાગે ઇજા

હુમલાખોરને કોલેજ તંત્રએ રુમમા જ ગોંધી રાખ્યો :ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો

અમદાવાદમાં કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો થયો છે આ હુમલો કોલેજના જ એક વિદ્યાર્થીએ કર્યો હતો  હુમલાને કારણે વિદ્યાર્થીને ગળાના ભાગે ઈજા પહોંચી છે.અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે 


    આ અંગે મળતી વિગત મુજબ ગોતા ખાતે આવેલી અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કર્યો હતો વિદ્યાર્થીના ગળાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
  વિદ્યાર્થીના ગળાના ભાગે બે ટાંકા લેવા પડ્યા છે. કોલેજના તંત્રએ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાની ઘટના કોલેજમાં બની હોવા છતાં કોલેજ તરફથી પોલીસને જાણ કરવામાં આવી ન હતી.

કોલેજ તંત્રને પૂછવામાં આવતા તેમણે આ ઘટનાને મામુલી ઘટના ગણાવી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલા બાદ તંત્રએ હુમલો કરનાર વિદ્યાર્થીને રૂમમાં ગોંધી રાખ્યો હતો

(10:43 pm IST)