Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

થરાદના જાણદીના ત્રિપલ ગુનાનો ભેદ ઉકેલાયો :ત્રણ આરોપીની ધરપકડ

ઘરફોડ ચોરી, સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનાનો ભેદ ઉકેલીઆરોપી પાસેથી 70 હજારનો મુદામાલ જપ્ત કર્યો

થરાદ તાલુકાના જાણદી ગામે એક જ પરિવારના ઘરે થયેલ ઘરફોડ ચોરી, સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ સાથે ૭૦,૦૦૦ નો મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો.

   જાણદી ગામના જેતસીભાઈ ડુંગરાભાઈ પટેલ ના ઘરની તિજારીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ  ૩,૬૦, ૦૦૦ ની ચોરી થઈ હતી. જેની તેમણે તા.૧પ નવેમ્બર ર૦૧૮ ના રોજ ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ તા.રપ ડિસેમ્બરે તેમની સગીર વયની પુત્રીનું અપહરણ થયું હોવાની તેમણે ફરીયાદ નોંધાવી હતી.

(10:03 pm IST)