Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મોદીના માધ્‍યમથી એક થયેલુ જામનગરનું દંપતિ એક મહિનામાં જ છુટુ પડી ગયુઃ યુવતિ દ્વારા યુવક સામે શારીરિક-માનસિક ત્રાસનો આરોપ

અમદાવાદ : તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે, પીએમ મોદીને કારણે એક ગુજરાતી યુગલે લગ્ન કર્યા. સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર ચગ્યા હતા. ગુજરાતના જય દવે નામના યુવકે સોશિયલ સાઈટ પર લગ્ન બાદ પોસ્ટ કરી, કે અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યાં મોદીજી. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયેલી પોસ્ટમાં જય દવેએ પીએમ મોદીને ટેગ પણ કર્યાં હતા. પણ મોદીના માધ્યમથી એક થયેલું કપલ માત્ર એક મહિનાના અંતરાલમાં છૂટુ પડી ગયું છે. પોતાનાથી 11 વર્ષ મોટા જય દવે સાથે લગ્ન કરનાર અલ્પિકા પાંડેએ હવે તેનો પતિ તેને ત્રાસ આપતો હોય તેવું તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે.

થોડા દિવસ પહેલાં જામનગરના રહેવાસી અને મોદી સપોર્ટર જય દવેએ પત્ની અલ્પિકાના ફોટો સાથે ટ્વિટ કર્યું હતું કે, નરેન્દ્ર મોદીજી અમે તમારા કારણે લગ્ન કર્યાં. પરંતુ હવે અલ્પિકાએ પતિ જય અને સાસરિયાઓ પર આત્મહત્યા કરી લે ત્યાં સુધી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મુક્યો છે. હજી એક મહિના પહેલા 31 ડિસેમ્બરના રોજ બન્નેના લગ્ન થયા હતાં.

યુવતીએ શું આરોપ લગાવ્યા

અલ્પિકાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે, મારા પતિ જયે પબ્લિસિટી મેળવવા માટે સોશિયલ મીડિયા પર મારી પરવાનગી વગર મારા ફોટોનો ઉપયોગ કર્યો. તેણે મીડિયા તથા ભાજપમાં પોતાની ઈમેજ સારી કરવા માટે આવું કર્યું હતું. તો તેણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, મને આત્મહત્યા કરવાના વિચારો આવે એટલી હદે શારીરિક અને માનસિક ટોર્ચર આપવામાં આવે છે. તે મને ઘરના સભ્યોના સાથ વગર ઘરની બહાર પણ જવા દેતો નથીમારી તેના પ્રત્યેની વફાદારી પર એટલી હદે શંકા હતી કે, હું બાથરૂમમાં હોઉં તો પણ કહેવું પડતું કે હું શું કરી રહી છું. હું ફોન પર શું કરૂં છું પણ બતાવવું પડતું હતું. મને શંકા છે કે મારા પ્રત્યે તેની લાગણી સાચી હતી પણ ખરી કે નહીં, મોદી ભક્તિના નામે મોદી ભક્તો શું આવું કરે છે ?'

ઉલ્લેખનીય છે કે, થોડા સમયે પહેલા જય દવેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પ્રિય નરેન્દ્ર મોદીજી અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યા છે. મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા પક્ષમાં એક ટિપ્પણી કરી હતી. જેને અમારા સંસદીય વિસ્તારમાં રહેતી એક ખુબસુરત યુવતીએ લાઈક કરી. એક પોસ્ટ બાદ અમારા બંનેમાં વાતચીત  થવા લાગી. નીકટતા વધી તો અમે એકબીજાને મળ્યાં. મુલાકાત બાદ ખબર પડી કે અમારા વિચારો મળે છે. અમે તમારા સમર્થક છીએ. બંને દેશ માટે જીવવા માંગીએ છીએ.   સાથે અમે નિર્ણય લીધો કે અમે બંને એક સાથે મળીને કામ કરીશું. વિચાર બાદ બંનેએ લગ્ન કરી લીધા. જય દવે અને તેમની પત્ની બંનેએ #NaMo again લખેલી ટીશર્ટ મીડિયામાં બહુ ચમકી હતી. જય દવેની નવી પોસ્ટ ઉપર પણ ઢગલો કોમેન્ટ્સ આવી હતી.

(5:05 pm IST)
  • કોલકાતા પોલીસ વિરુદ્ધ સુપ્રિમકોર્ટનો દરવાજો ખટખટાવશે સીબીઆઈ :સીબીઆઈના વડા એમ, નાગેશ્વર રાવે કહ્યું કે આ મામલે અમે સુપ્રીમકોર્ટમાં જશું :રાજ્યની પોલીસ તપાસમાં સહયોગ કરતી નથી :કોલકાતામાં શારદા ચીટફંડ મામલે સીબીઆઈ તપાસમાં પહોંચી ત્યારે પોલીસે તેને અટકાવીને વોરંટ માંગ્યું :સીબીઆઈ ટીમની અટકાયત પણ કરાઈ હતી :સીબીઆઈના રાજ્યમાં પ્રવેશ અને પોલીસ કમિશનર ઓફિસે પહોંચવાના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેઠા ;રાજ્યમાં ટીએમસી કાર્યકરોએ જબરો વિરોધ નોંધાવ્યો :વડાપ્રધાનના પૂતળા ફૂક્યા હતા access_time 1:28 am IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી રાજીવ સકસેનાની કસ્ટડી ચાર દિવસ લંબાવાઈ :ઇડીએ રાજીવ સક્સેનાનો સામનો દિલ્હીના વકીલ અને સહ આરોપી ગૌતમ ખેતાન સાથે કરાવવા કરેલો અનુરોધ અદાલતે સ્વીકાર્યો access_time 1:13 am IST

  • દેશમાં પલટીમાર મુખ્યમંત્રી છે ચંદ્રાબાબુ નાયડુ :ટીડીપી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ ; અમિતભાઇ શાહની મહત્વની જાહેરાત :આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન,ચંદ્રાબાબુ નાયડુને પલટીમાર મુખ્યમંત્રી કહીને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે કહ્યું કે ટીડીપી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ થયા છે અને ટીડીપીને ગઠબંધનમાં ક્યારેય સ્થાન મળશે નહીં access_time 1:18 am IST