Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મહુધાના અલીણામાં દહેજની માંગણી કરી પરિણીતાને બ્લિચિંગ પીવડાવવાનો પ્રયત્ન કરતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મહુધા: તાલુકાના અલીણામાં રહેતી એક પરિણીતાને તેના સાસરિયાઓએ દહેજની માંગણી પુર્ણ ના થતા મારઝુડ કરીને મારી નાખવાના ઈરાદે બ્લીચીંગ પાવડર પીવડાવી દેવાની કોશિશ કરતાં ચકચાર મચી છે. આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે મહુધા પોલીસે પતિ, સાસુ-સસરાં સહિત સાત સામે દહેજ ધારાની કલમની તેમજ મારી નાખવાની કોશિશની કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા પ્રયત્ન હાથ ધર્યાં છે. 
મળતી માહિતી મુજબ અલીણામાં રહેતાં તૌફિકમીયાં મયુદ્દીનમીયાં શેખના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ઉમરેઠ તાલુકાના સુરેલીમાં રહેતાં ફિરોઝખાન સમરસખાનની પુત્રી મુસ્કાનબાનું સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્ન કરીને સાસરે આવેલી મુસ્કાનનું શરૂઆતનું લગ્નજીવન સુખમય બન્યું હતું. જો કે બાદમાં તેના પતિ તેમજ તેના ઘરના સભ્યો કોઈને કોઈ પ્રશ્ને મ્હોણાટોણા મારીને માનસિક ત્રાસ આપતાં હતાં. છેલ્લાં ઘણાં દિવસથી માનસિક ત્રાસની સાથે શારીરિક ત્રાસ પણ વધ્યો હતો. 

(4:48 pm IST)