Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પ્રાતિજના લિબલામાં ગઠિયાએ ખેડૂતના 1.41 લાખ ભરેલ બેગની તસ્કરી કરી

પ્રાંતિજ: તાલુકાના લીંબલા ગામના ખેડૂતના  રૂ.૧.૪૧ લાખ ભરેલી થેલી શનિવારના રોજ બપોરે ૧૨ વાગે પ્રાંતિજ બજારમાં સોનીવાડાના નાકેથી કોઈ ગઠિયો ખેડૂતની નજર ચૂકવી લઈ ભાગી છૂટયો હતો.આ અંગે ખેડૂતે પ્રાંતિજ પોલીસ સ્ટેશને લેખિત જાણ કરી છે.

 પ્રાંતિજ તાલુકાના લીંબલા ગામના ખેડૂત બાબુભાઈ શંકરભાઈ પટેલ શુક્રવારના રોજ પ્રાંતિજ બેંક ઓફ બરોડામાંથી પોતાના પુત્રના ખાતામાંથી રૂ. ૧.૪1 લાખ ઉપાડી  વતન લીંબલા ગામે  ગયા હતા.શનિવારના રોજ બપોરના ૧૨ વાગે પોતાના પાસે રહેલા પૈસા મુથુટ બેંકમાં ભરવા જવાના હતા.તે દરમિયાન તેઓ થેલીમાંરૂ.૧,૪૧,૬૫૦ ભરીને બજારમાંથી સાબુ ખરીદી રૃપિયા ભરેલી થેલી બાઈકના હૂક પર ભરાવી હતી.

(4:38 pm IST)