Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગાંધીનગરમાં ગટર ઉભરાવના કારણે સ્થાનિકોના આરોગ્યને ખતરો

ગાંધીનગર: શહેરમાં સૌથી વધુ વસ્તી ધરાવતા સેક્ટર-૨૪માં પાણી અને ગટરની સમસ્યા વારંવાર ઉભી થાય છે પરંતુ તેનો કાયમી ઉકેલ આવતો નથી જેના કારણે સ્થાનિક રહિશોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે. છેલ્લા ઘણા વખતથી સે-૨૪ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં ગટરો ઉભરાવાનો સિલસિલો ચાલુ થયો હતો તેના થોડા જ વખતમાં આ વિસ્તારમાંથી ઝાડા ઉલ્ટીના દર્દીઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે ત્યારે કોર્પોરેશને પણ ગટર વિભાગને આ સમસ્યા દુર કરવા માટે લેખિતમાં અરજી કરી હોવા છતા આ જીવલેણ સમસ્યાનો પણ ઉલેક આવતો નથી.

ગાંધીનગર શહેરમાં વસ્તી ગીચતાની દ્રષ્ટીએ સૌથી મોટુ સેક્ટર-૨૪ છે ત્યારે આ સેક્ટરોમાં વધુ વસ્તીને કારણે સમસ્યાઓ પણ વધુ છે. ત્યારે વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ અહિંના રહિશો જીવી રહ્યા છે તેવી સ્થિતિમાં છેલ્લા ઘણા વખતથી ઇન્દિરાનગરના છાપરા વિસ્તારમાં ગટરની સમસ્યા ઉભી થઇ છે.

(4:37 pm IST)