Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કલોલના સાતેજમાં બે કંપનીમાંથી 1.35 લાખના મુદ્દામાલની ચોરી થતા અરેરાટી

કલોલ:સાંતેજમાં આવેલી બે કંપનીઓમાંથી ૧.૩પ લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. કંપની માલિકની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોનું પગેરૃ મેળવવા દોડધામ શરૃ કરી હતી.

સાંતેજ વડસર રોડ ઉપર આવેલી બે કંપનીમાં ત્રાટકેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં માઈક્રોનીક્સ સ્પેશ્યાલિટીઝ કંપનીમાં ત્રાટકેલા તસ્કરોએ ઓફીસના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ડ્રોઅરમાંથી ૧.રપ લાખની રોકડની ચોરી કરી હતી.

(4:37 pm IST)