Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

માંડવીના ફેદરિયા નજીક જીવદયા પ્રેમીઓએ ત્રણ ટ્રકમાંથી 30 ભેંસોને કતલખાને જતી બચાવી લીધી

બારડોલી:માંડવીનાં ફેદરીયા ચોક્ડીથી ઉકાઈ જતા રોડ ઉપર પીપલવાડા ગામની સીમમાં જીવદયા પ્રેમી અને પોલીસ ટીમે ત્રણ ટ્રકમાં ૩૦ ભેંસો ખીચોખીચ ભરેલી ઝડપી પાડી હતી. એક ટ્રકનાં ડ્રાઈવર ક્લીનરને પકડતા બીજી બે ટ્રકનાં ડ્રાઈવર ભાગી ગયા હતા. જ્યારે એક ક્લીનર ઝડપાયો હતો. પોલીસે તમામ ૪૦ ભેંસો પાંજરાપોળમાં મોકલી તપાસ શરૂ કરી છે.

ગતરાત્રે પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસ ટીમને જીવદયા પ્રેમીઓ દ્વારા બાતમી આપી કે ફેદરીયા ચોક્ડીથી ઉકાઈ જતા રોડ ઉપર ત્રણ ટ્રકો ભેંસો ખીચોખીચ ભરીને જઈ રહી છે. જે આધારે રાત્રે એક વાગ્યે પીપલવાડા ગામની સીમમાં પ્રથમ ટ્રક (નં.જીજે-૧૬-એક્સ-૮૯૭૮)ને અટકાવતા તેમાં ૧૩ ભેંસો ખીચોખીચ ટૂકા દોરડા વડે બાંધેલી હતી. ટ્રક ચાલક દાઉદ ઈસ્માઈલ મન્સુરી (ઉ.વ.૬૩, રહે.સાયણ, તા.વાગરા, જિ.ભરૂચ) અને ક્લીનર કાનજી ફકીરાભાઈ વસાવા (ઉ.વ.૪૦, રહે. નવી તરસાલી, તા. ઝઘડીયા, જિ.ભરૂચ)ને પક્ડી પુછતાછ કરતા હતા. તે સમયે બીજી ટ્રક (નં.જીજે-૧૮-એટી-૮૦૯૮) આવતા તેના ચાલક આગળની ટ્રક પાસે પોલીસ ટીમને જોતા ટ્રક ઉભી રાખીને ભાગી ગયો હતો.

(4:37 pm IST)