Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સુરતની સચિન જીઆઈડીસીમાં ચેનલના નામે એક લાખની માંગણી કરનાર નવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સુરત:સચીન જીઆઇડીસીમાંના એક યુનિટ પર પહોંચીને કારખાનેદારને કારીગરને થયેલી ઇજાના પ્રશ્નને ચેનલ પર ચલાવીને ધમકી આપવાના પ્રકરણમાં સચીન પોલીસે આખરે ચેનલના મીડિયા કર્મચારી સહિત નવ જણા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મીડિયા કર્મચારીઓએ કારખાનેદાર પાસેથી રૂપિયા એક લાખની માંગણી કરી હતી. આ પ્રકરણમાં પોલીસે શરૂઆતમાં ગુનો નોંધવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા. પણ, આઠ કલાકની માથાકૂટ બાદ ગુનો દાખલ કર્યો હતો.

સચીન જીઆઇડીસીના રોડ નંબર-૪૩/સી ઉપર આવેલા ખાતા નં.૪૩૧૦/૮ના કારખાનેદાર હિતેશ વેકરીયાની ફરિયાદના આધારે સચિન પોલીસે વિકાસ મિશ્રા, તેજ ન્યુઝ ૨૪ના મીડિયા કર્મચારી રામ ઉજાગર પ્રજાપતિ, શીતલબેન બૈસાને, એક મહિલા તેમજ અન્ય પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(4:36 pm IST)