Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પાદરાના વડું ગામે પિતા-પુત્રીએ યુવકને ફોસલાવી 5 લાખની મતા લઇ છેતરપિંડી આચરતા ફરિયાદ

પાદરા: તાલુકાના વડુ ગામે રહેતા મહંતના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે સ્વીડન જવાનું હોવાથી ઉતાવળમાં વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા બાદ આ યુવતી તેમજ તેના પિતાએ પાંચ લાખ રોકડા, રૂ.૨.૩૪ લાખના ઘરેણા અને આઇફોન મળી કુલ રૂ.૮.૦૪ લાખની મત્તા પડાવી લઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડુમાં મોટા મંદિર ખાતે રહેતા વિપુલચંન્દ્ર પરષોત્તમદાસ મહંત ખેતી અને બાંધકામના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા છે. તેમના પુત્ર હિમેશને મિકેનીકલ-પોસ્ટ ગ્રેજ્યુએશનનો વધુ અભ્યાસ કરવા માટે સ્વીડન જવાનું હોવાથી વિદેશ જતા પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને ગોંડલની લગ્ન મંદિર સંસ્થા દ્વારા વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતા રત્નદીપ ગજાનન દેવધરનો સંપર્ક થતા તેમની પુત્રી યશશ્રી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું

(4:35 pm IST)