Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આજે મધરાતથી અમદાવાદ કોર્પોરેશનના ૧૫ હજાર કર્મચારી હડતાલ ઉપર

અમદાવાદ, તા.૪: આંગણવાડી, આશાવર્કર, એમપીએચ ડબલ્યુ, ફાયર બ્રીગેડના વોલેન્ટિયરને કાયમી કરવા તેમજ કોન્ટ્રાકટ પ્રથા રદ કરવા સહિતના પડતર પ્રશ્નોને લળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-૩ અને ૪ના અંદાજે ૧૫ હજાર જેટલા કર્મચારીઓ આજે સોમવારે મધરાતથી હડતાળ પર ઉતરશે તેવુ અમદાવાદ મહાનગર પાલીકા કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી મનહરદાન ગઢવીએ જણાવ્યુ હતું.

તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી અમે તંત્રને રજૂઆત કરીએ છીએ પરંતુ યોગ્ય નિરાકરણ આવતુ નથી. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૫થી ૨૦૧૮ સુધી સળંગ સાત હજાર રૂપિયા બોનસ ડીકલેર કરવામાં આવ્યુ છે પરંતુ ગુજરાત સરકાર અને કોર્પોરેશન દ્વારા માત્ર રૂ. ૩,૪૦૦ બોનસ આપી નાના કર્મચારીઓનું શોષણ કરે છે. જેથી અમે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.(૨૨.૬)

(12:02 pm IST)