Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ખેડૂત પરિવારની માસિક આવકમાં ગુજરાત દેશમાં ૯મા ક્રમે

આવકમાં પહેલા નંબરે પંજાબના ખેડૂતને ગુજરાતના ખેડૂત કરતાં ૬૦ ટકા વધુ કમાણી

નવી દિલ્હી તા. ૪ : લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને રિઝવવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના ખેડૂતો તરફ વિશેષ ધ્યાન આપવું પડે તેમ છે, કેમ કે દેશમાં ખેડૂત પરિવારની માસિક આવકની બાબતમાં ગુજરાતનો નંબર ૯મો છે, એટલું જ નહીં, રાષ્ટ્રીય સરેરાશ કરતાંય રાજયના ખેડૂત પરિવારની માસિક આવક રૂ.૭૭ ઓછી છે.

એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટિકસ ઓફ ઈન્ડિયા-૨૦૧૭ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનો ખેડૂત પરિવાર સરેરાશ માસિક રૂ.૨૨૫૦ ખર્ચ કરે છે, જેની સામે તેને ખેતીની માસિક કુલ આવક રૂ.૫૭૭૩ થાય છે, એટલે કે એને માસિક માત્ર રૂ.૩૫૨૩ની ચોખ્ખી કમાણી થાય છે. આની સરખામણીમાં પંજાબનો ખેડૂત મહિને ૬૦ ટકા વધુ કમાય છે અને આવકની બાબતમાં દેશમાં એનો પહેલો નંબર છે.  આવક રળવાની બાબતમાં ગુજરાતનો ખેડૂત પાછળ રહેવાનું મોટું કારણ રાજયમાં અપૂરતી સિંચાઈ સુવિધા છે.

રાજયમાં ૩૬.૨૪ લાખ ખેડૂતોની વાર્ષિક આવક રૂ.૧ લાખથીયે ઓછી

રાજયમાં કુલ ૫૩ લાખ ૨૦ હજાર ખેડૂત ખાતેદારો છે, જેમની પાસે કુલ ૯૯.૭૮ લાખ હે.જમીન છે. આ ખેડૂતો પૈકી ૧ હેકટરથી ઓછી જમીનવાળા ૨૦.૧૮ લાખ અને ૨ હેકટર કે તેથી ઓછી જમીનવાળા ૧૬.૧૬ લાખ ખેડૂતો છે. આ કુલ ૩૬.૩૪ લાખ ખેડૂતોની વાર્ષિક આવક રૂ.૧ લાખ કરતાંય ઓછી છે.

ખેડૂત પરિવારની આવકમાં ગુજરાત પાછળ

રાજય

કુલ ખર્ચ

કુલ આવક

ચોખ્ખો નફો

(૧) પંજાબ

૧૧૭૬૮

૨૮,૧૧૭

૧૬૩૪૯

(૨) હરિયાણા

૬૨૮૮

૧૭,૧૪૪

૧૦૯૧૬

(૩) કર્ણાટક

૨૭૭૯

૭,૯૦૮

૫૧૨૯

(૪) આસામ

૭૮૮

૫૧૯૭

૪૪૦૯

(૫) તેલંગણા

૪૨૬૭

૮૬૬૬

૪૩૯૯

(૬) મધ્યપ્રદેશ

૨૨૮૪

૬૫૩૮

૪૨૫૪

(૭) મહારાષ્ટ્ર

૨૬૫૪

૬૬૭૫

૪૦૨૧

(૮) કેરળ

૨૨૭૦

૫૮૭૨

૩૬૦૨

(૯) ગુજરાત

૨૨૫૦

૫૭૭૩

૩૫૨૩

(10:26 am IST)