Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સ્ટેટ કો.ઓ. કન્ઝયુમર્સ ફેડ.માં ફરી નરહરિ અમીન ચેરમેન

પોપટલાલ પટેલ વાઇસ ચેરમેન પદે

રાજકોટ તા.૪: ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ કન્ઝયુમર્સ ફેડરેશનની અમદાવાદ ખાતે મળેલ બોર્ડ બેઠકમાં પાંચ વર્ષ માટે ચેરમેન તરીકે શ્રી નરહરિ અમીન અને વાઇસ ચેરમેન તરીકે પોપટલાલ શંકરલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. બન્ને ૨૦૦૦ના વર્ષથી સતત સુકાન સંભાળી રહયા છે. આ સંસ્થા ગ્રાહકોની સુવિધા અને હિતોની સુરક્ષાને લગતી કામગીરી કરે છે.(૧.૪)

 

(10:25 am IST)