Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમદાવાદમાં માનવ તસ્કરી કૌભાંડ ઝડપાયું :ઈસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા ગૂમ થયેલી યુવતી પરત આવતા મામલાનો પર્દાફાશ

અમદાવાદના ઇસનપુર માંથી માનવ તસ્કરીનું કૌભાંડ ઝડપાયું છે ઝોન 6 પોલીસ દ્વારા સમગ્ર મામલે પર્દાફાશ કરાયો છે

  ઇસનપુર માંથી દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી પરત આવતા સમગ્ર મામલો સામે આવ્યો .જે કેસમા પોલીસે મહિલા તસ્કરી કરનાર માયા નામની યુવતીની ધરપકડ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા પીડિતાનું અપહરણ થયું હતું. જે મામલે તપાસ કરી રહી પોલીસને યુવતી પરત આવતા મોટી સફળતા મળી છે. માયા નામની માહિલા આરોપી દ્વારા આ માનવ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું

(4:59 pm IST)