Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

નવસારીમાં આદિવાસી મહિલાઓની જંગી રેલી :નશાબંધીનો કડક અમલ અને વ્યસન મુક્તિના બેનરો સાથે 10 હજાર લોકો જોડાયા

વ્યસન મુક્ત સમાજ અને મહિલા શસક્ત બને તેને માટે જાગૃતિ તેમજ ભારતમાલા પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેનનો કર્યો વિરોધ

સુરત:  નવસારી જિલ્લામાં આદિવાસી મહિલાઓનું જીવન વ્યસનોને કારણે વેરણછેરણ બન્યું છે ત્યારે વ્યસન મુક્તિ, સમાજ સુધારણા તેમજ આદિવાસીઓની સમસ્યા અંગે જાગૃતિ લાવવાના  જંગી રેલી યોજાઈ હતી આ રેલી નવસારી હાઈવે પર આવેલા ગ્રીડથી કલેકટર કચેરી થઈ લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક સુધી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો મળીને અંદાજે 10000 જેટલા લોકો જોડાયા હતાં.

   નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં સતત દારૂની સહિતની બદીઓ વધી રહી છે. ત્યારે આદિવાસી મહિલાઓ દ્વારા સમાજ વ્યસન મુક્ત બને, સાથે જ મહિલાઓ શસક્ત બને તથા તેમનામાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી રેલીનું આયોજન કર્યું હતું  નવસારી હાઈવે પર આવેલા ગ્રીડથી કલેકટર કચેરી થઈ લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક સુધી રેલી નીકળી હતી. આ રેલીમાં નવસારી શહેર ઉપરાંત આસપાસના ગામનાં 10000 થી વધુ  મહિલાઓ, પુરુષો અને યુવાનો જોડાયા હતાં.

   નશાબંધીનો કડક અમલ થાય અને લોકો વ્યસન મુક્ત બને તેવા બેનરો સાથે જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ ભરતમાલા પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિસ્તબદ્ધ રીતે તમામ લોકોએ ત્રણ કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને પૂર્ણ કર્યું હતું, રેલી લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક ખાતે પહોંચી સભામાં ફેરવાઈ હતી.

(11:25 pm IST)