Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જેકોબ માર્ટિન પરથી વેન્ટીલેટર હટાવાયું :જનરલ, જનરલ વોર્ડમાં શીફ્ટ કરાયા :તબિયતમાં સુધારો

મનું ટ્રેકોસ્ટોમી કાણું પુરાઇ રહ્યું છે અને હવે વાતચીત કરી શકે છે

વડોદરા :ભારતની ટીમના પુર્વ ક્રિકેટર વડોદરાના જેકોબ માર્ટિન હવે તેમની ગંભીર બિમારીમાંથી ધીરે ધીરે સાજા થઇ રહ્યાં છે.છેલ્લા 38 દિવસની સારવાર બાદ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનની તબિયતમાં સુધારો થતાં તેમના શરીર પર રહેલું વેન્ટિલેટર હટાવી લેવાયું છે જેકોબ માર્ટિનને આઈસીયૂમાંથી હટાવી  જનરલ વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા છે.

જેકોબ માર્ટિનના ક્રિકેટર મિત્ર શીશીર હટંગડીએ કહ્યું કે તેમનું ટ્રેકોસ્ટોમી કાણું પુરાઇ રહ્યું છે અને તેઓ હવે વાતચીત કરી શકે છે.

(10:32 pm IST)