Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ડીસામાં૨૫૦ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજનું કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ભૂમિપૂજન

આ બ્રિજથી પાંચ જિલ્લા અને ૧૮ તાલુકાની પ્રજાને સીધો લાભ થશે: માંડવીયા

બનાસકાંઠાના જિલ્લાના ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ અર્થે ૨૫૦ કરોડના ખર્ચે ફોર લેઇન ફ્લાય ઓવર બ્રિજનું ભૂમિપૂજન કેન્દ્રીય માર્ગ પરિવહન રાજય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરાયું હતું

    આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર એલીવેટેડ ફ્લાય ઓવર બ્રિજથી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ સાથે અકસ્માતમાં ઘટાડો થશે શહેરમાં આકાર પામનાર આ બ્રિજથી પાંચ જિલ્લા અને ૧૮ તાલુકાની પ્રજાને સીધો લાભ થશે.

  વધુમાં તેમણે જણાવ્યું હતુ કે વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા દેશમાં ભારત સૌથી અગ્રેસર છે. દેશના ૮૦૦ જિલ્લાઓમાં વિકાસના કામો થઇ રહ્યાં છે અને સરકારના નાંણાનો પ્રજાના વિકાસ અર્થે સીધો ઉપયોગ થઇ રહ્યો છે.

સરકાર દ્વારા ગત વર્ષે ૬૫૦ લાખના જ્યારે આ વર્ષે ૭૫૦ લાખથી વધુના રસ્તાઓના નિર્માણ કાર્ય હાથ ધરાયા છે. તેમણે જણાવ્યું હતુ કે કેન્દ્રની આ સરકાર ૨૧મી સદીને અનુરૂપ કામ કરી રહી છે.

તેમણે અગાઉની સરકારની થયેલા કામની વાત કરતા જણાવ્યું હતુ કે ૬૮ વર્ષ દરમ્યાન માત્ર ૯૨ હજાર કિલોમીટરના રસ્તા બન્યા હતાં. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં એક લાખ કિલોમીટરથી વધુના રસ્તાઓનું નિર્માણ થયું છે. જેમાં ૪૦ હજારના કિલોમીટરના નેશનલ હાઇવેનો પણ સમાવેશ થાય છે.

(10:06 pm IST)