Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટતા રાહત થઈ

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૩.૨ ડિગ્રી : લઘુત્તમ તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રીનો વધારો ઝીંકાશે

અમદાવાદ, તા.૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર હવે ઘટી રહ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આનો મતલબ એ થયો કે, હવે ઠંડીની પૂર્ણાહૂતિ થઇ રહી છે. હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી પણ કોલ્ડવેવને લઇને જારી કરવામાં આવી નથી. આજે રાજ્યના તમામ વિસ્તારોમાં પારો ૧૦થી ઉપર રહ્યો હતો. ઉલ્લેખનીય નીચુ તાપમાન કોઇ જગ્યાએ નોંધાયું ન હતું. ગાંધીનગરમાં ૧૨.૨, વલસાડમાં ૧૨.૬, રાજકોટમાં ૧૦.૨ અને નલિયામાં ૧૨.૧ સિવાય અન્યત્ર પારો ઉંચો રહ્યો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવાયું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ દમણ દાદરાનગર હવેલીમાં ડ્રાય વાતાવરણ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું. ઠંડા પવનો ફુંકાવાના કારણે સવારમાં લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જોકે હવે ઠંડી વિદાય લેશે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગ તરફથ કોઈપણ પ્રકારની કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી નથી. જેથી રાહત રહેવાના સંકેત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાપમાન વધ્યુ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાઈ રહ્યા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસરને કારણે ઠંડીનું જોર વધ્યું છે જેને લઇને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો હતો જેન ેલઇને હિલ સ્ટેશનના મેદાની વિસ્તારોમાં ઘાસ પર, નાળાઓમાં, ઘરોની બહાર રાખેલા વાસણો અને કારની ઉપરના ભાગે બરફની ચાદરો જામી હતી. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે પણ હાલ ગયેલા પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે કારણ કે અહીં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો છે. પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. પ્રવાસીઓને હોટલોમાં જ રહેવાની ફરજ પડી છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીથી લોકોને રાહત થઇ છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૩ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૩.૨

ડિસા............................................................ ૧૧.૯

ગાંધીનગર................................................... ૧૨.૮

વીવીનગર....................................................... ૧૪

વડોદરા........................................................ ૧૪.૧

સુરત........................................................... ૧૫.૨

વલસાડ........................................................ ૧૨.૬

અમરેલી....................................................... ૧૩.૬

રાજકોટ........................................................ ૧૦.૨

સુરેન્દ્રનગર................................................... ૧૧.૩

મહુવા.......................................................... ૧૪.૨

ભુજ............................................................. ૧૧.૩

નલિયા......................................................... ૧૨.૧

 

(9:22 pm IST)