Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

પાટણ ભાજપમાં ભૂકંપ : સરસ્વતી તાલુકાના 50 થીં વધારે ભાજપના કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ પાટણ જીલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરની હાજરીમાં કોગ્રેંસ પાર્ટીનો ખેસ પહેર્યો

પાટણ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તોડજોડની રાજનીતિ શરુ થઇ છે. ક્યાંય કોંગ્રેસના કાર્યકરો તૂટી રહ્યા છે તો ક્યાંય ભાજપના કાર્યકરો તૂટી રહ્યા છે. ત્યારે પાટણ ભાજપમાં ગાબડું પડ્યું છે.

પાટણ ભાજપના સરસ્વતી તાલુકાના 50 થીં વધારે ભાજપના કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસમાં જોડતામાં પાટણ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ પાટણ જીલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરની હાજરીમાં કોગ્રેંસ પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા છે.

(6:48 pm IST)