Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સુરત: અગાઉ મહિલા મેનેજરના ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરતા કમકમાટીભર્યું મૃત્યુ: આરોપીને આજીવન કેદની સુનવણી

સુરત: શહેરમાં 10 વર્ષ પહેલાં ડભોલી વૃંદાવન સોસાયટીમાં આવેલી દેવર્ષિ કેબલ નેટવર્કની ઓફિસમાં ઘુસી મહીલા મેનેજર સુનિતા દવે પર તલવાર જીવલેણ હુમલો કરી હત્યા કરનાર આરોપી ભરતપરી ગોસ્વામીને આજે મોડી સાંજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર. કે. દેસાઈએ દોષી ઠેરવી આજીવન કેદ તથા 10 હજાર દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ડભોલી સ્થિત વૃંદાવન સોસાયટીમાં આવેલી દેવર્ષિ કેબલ નેટવર્કની ઓફિસમાં કામ કરતાં ફરિયાદી તેજશ લાલજી સાંચેલા (રે.કમલપાર્ક સોસાયટીવરાછા) તા.12-5-10ના રોજ મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વતની આરોપી ભરતપરી કરશનપરી ગોસ્વામી (રે.રામબાગ સોસાયટી,વરાછા)વિરુધ્ધ તલવાર વડે જીવલેણ હુમલો કરી મેનેજર સુનિતા દિલીપ દવેની કરપીણ હત્યા કરવાના ગુનાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાવી હતી.

(5:18 pm IST)