Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

અમદાવાદમાં હાટ્કેશ્વરમાં હોમગાર્ડ જવાનની હત્યાનો આરોપી બૂટલગેર સુનિલ મચ્છીની પોલીસ સ્ટેશનમાં હાજર :ધરપકડ

હત્યામાં વાપરેલી છરી કબ્જે: બુટલેગર સુનિલ મચ્છિ વિરુદ્ધ 13થી વધુ ગુના નોધાયા છે.

અમદાવાદના હાટકેશ્વરના વિસ્તારમાં ગુરૂવારે રાત્રે દેશી દારૂનો બુટલગેર સુનિલ મચ્છીએ હોમગાર્ડ રવિ પટેલ અને લોકરક્ષક જવાન બળદેવસિંહ પઢીયાર પર હુમલો કર્યો હતો. જેમાં હોમગાર્ડ જવાન રવિ પટેલનુ મોત નિપજ્યુ હતુ.

 સરખેજ પોલીસ સ્ટેશન ફરજા બજાવતા બળદેવસિંહ ગંભીર ઇજા પહોચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ ઉચ્ચ અધિકારીનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જો કે હત્યા કરનાર સુનિલ મચ્છી પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો.

  હત્યા કરવા પાછળનુ કારણ બુટલેગર અને મૃતક વચ્ચે પૈસાની લેતી દેતીમાં થયાનું સામે આવ્યુ છે. હોમગાર્ડ જવાન પાંચ હજાર રૂપિયા બુટલેગર સુનિલના ઘરે લેવા આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જો કે પોલીસે બુટલેગરની ધરપકડ કરીને હત્યામાં વાપરેલી છરી કબ્જે લઇને વધુ તપાસ શરૂ કરી છે. બુટલેગર સુનિલ મચ્છિ વિરુદ્ધ 13થી વધુ ગુના નોધાયા છે.

(9:39 pm IST)