Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પેટલાદના વલાસણમાં સાસરિયાએ દહેજની માંગણી કરી પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

આણંદ : પેટલાદ તાલુકાના વલાસણ ગામમાં રહેતા પરેશભાઇ મેલાભાઇ ઠાકોરની દીકરી શિલ્પા ઊર્ફે ગુડ્ડીના લગ્ન વડદલામાં રહેતા દિપેશ સાથે સમાજના રીતિ રીવાજો મુજબ થયા હતા. લગ્ન બાદ શિલ્પા સાસરીયામાં રહેતી હતી. જયાં થોડો સમય સુધી તેની સાથે સાસરીયાં દ્વારા સારો વ્યવહાર કરાતો હતો.
થોડા સમય બાદ શિલ્પાના પતિ દિપેશ તથા સાસરીયા દ્વારા તેની પાસેથી દહેજની રોકડ રકમની માગણીઓ કરવામાં આવતી હતી. રકમ તેના પિતા પાસેથી લાવવા માટે ત્રાસ અપાતો હતો. તેમ છતાં શિલ્પા મુંગા મ્હોએ સાસરીયાનો ત્રાસ સહન કરતી હતી. છેવટે માનસિક ત્રાસથી ભાંગી પડેલી શિલ્પા પોતાના પિતાને ઘેર જતી રહી હતી અને પેટલાદ પોલીસ મથકે પતિ દિપેશ તથા સાસરીયા વિરૂધ્ધ માનસિક ત્રાસ તથા દહેજ સંબંધિત ફરીયાદ નોંધાવી હતી. 


 

(5:21 pm IST)