Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ચેક રિટર્નના કેસમાં આણંદની અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

આણંદ:ના ત્રીજા એડિ. ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રરે ચેક રિટર્ન કેસના આણંદના એક આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હોવાનું જાણવા મળે છે

મળતી માહિતી મુજબ આણંદમાં રહેતાં સિરાઝભાઈ મહંમદભાઈ વ્હોરા વાહન લે-વેચનો ધંધો કરતાં આણંદના ફારૂકભાઈ સુલેમાનભાઈ વ્હોરાના સંપર્કમાં આવ્યાં હતાં. જેથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ગત ઓગસ્ટ ૨૦૧૬ માં ફારૂકભાઈ ને રૂ.૮૫ હજારની જરૂર હોઈ તેમણે સિરાઝભાઈ પાસે હાથ ઉછીના માંગતા સિરાઝભાઈએ ૮પ હજાર આપ્યા હતા.
જેના માસ બાદ સિરાઝભાઈએ આપેલા નાણાં પરતની માંગણી શરૂ કરતાં બરોડા ગુજ. ગ્રામીણ બેંક, આસોદર શાખાનો રૂ.૮૫ હજારનો ચેક આપ્યો હતો. સિરાઝભાઈએ તેમના ખાતામાં ભરતાં ચેક રિટર્ન થયો હતો. જેથી સિરાઝભાઈએ નોટીસ આપી હતી. છતાં નાણાં ના મળતાં સિરાઝભાઈએ આણંદ કોર્ટમાં ફરીયાદ આપી હતી. કેસ આણંદ કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષોએ રજુ કરેલા પુરાવાઓ દલીલો વગેરે ધ્યાનમાં લઈ આણંદના ત્રીજા એડિ.ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ અભિલાસ એસ. દેસાઈએ ફરીયાદીના વકીલ ગૌરાંગભાઈની દલીલો માન્ય રાખી આરોપી ફારૂકભાઈ સુલેમાન વ્હોરાને કસુરવાર ઠેરવ્યા હતા અને એન.આઈ એક્ટની કલમ ૧૩૮ મુજબ ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

(5:20 pm IST)