Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ડાંગની શાળામાં બાળકો કરે છે અજીબો ગરીબ ઘટના: વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ડાંગ: શહેરની શાળામાં એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. 3 બાળકો શાળામાં ધુણતા હોવાનો આક્ષેપ શાળાના સ્ટાફે કર્યો છે. વઘઈ તાલુકામાં આવેલા આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ધો. 6 અને 8માં અભ્યાસ કરતા 3 બાળકોના સવારે શાળાએ આવ્યા બાદ 11 વાગ્યા પછી અચાનક હાવભાવ બદલાય જાય છે અને તેઓ શાળા સંકુલમાં ધુણવા લાગે છે. અમીત, અશ્વિન અને રાહુલ નામના ત્રણ વિદ્યાર્થીઓ 3 કલાક સુધી જમીન ઉપર સાપની માફક સરકવા લાગે છે અથવા ધુણવા લાગે છે. સાથે ધુણતા વિદ્યાર્થીઓ દિવાલે માથુ અથડાવે છે. સમગ્ર ઘટનાથી સ્કૂલનો સ્ટાફ પણ ચિંતિત છે. ગત 15 દિવસથી 150 વિદ્યાર્થીઓનું શિક્ષણ ઘૂંચમાં છે.તમને જણાવી દઇએ કે, ત્રણે બાળકો અચાનક આવી સ્થિતિમાં આવી જતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિથી વાકેફ થતા શાળાના આચાર્ય ટંડેલે ટીપીઓને ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની તાકિદ કરી હતી પરંતુ સરકારી અધિકારીઓના બહેરા કાને સાંભળે કોણ? બાળકોની સ્થિતિ અંગે કોઈ અધિકારીઓએ રસ દાખવ્યો નહીં, જેના કારણે બાળકો અને શિક્ષકો પરેશાની ભોગવી રહ્યા છે.

(5:11 pm IST)