Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદમાં હે‌રિટેજ મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સબિલ અલગ રંગનાં અપાશે

સત્તાધીશો દ્વારા હે‌િરટેજ મિલકતધારકોને આગવી ઓળખઆપવા અલગ રંગના બિલ આપવા નિર્ણંય

અમદાવાદ: યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌િરટેજ ‌સીટી જાહેર કરાયા બાદ તંત્રે શહેરની ઐતિહાસિક પોળ સંસ્કૃતિની જાળવણી તેમજ જતન માટે વિવિધ ઉપાયને અમલમાં મૂક્યા છે, જેમાં હે‌િરટેજ ઇમારત ધરાવતા માલિકને ઇમારતના રિસ્ટોરેશન માટે આર્થિક સહાયતા મળી રહે તેવા આશયથી એફએસઆઇના સ્વરૂપમાં ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) અપાઇ રહ્યા છે.

કોટ વિસ્તારની રર૩૬ હે‌િરટેજ ઇમારતને તેના રેન્કીંગ મુજબ હે‌િરટેજ પ્લેટ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. હવે સત્તાધીશો દ્વારા હે‌િરટેજ મિલકતધારકોને આગવી ઓળખ આપવા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના પ્રોપર્ટી ટેક્સનાં બિલ અલગ રંગનાં અપાશે.

શહેરના કોટ વિસ્તારમાં આવેલ કુલ રર૩૬ ઇમારતને સેપ્ટના સર્વેના આધારે તંત્ર દ્વારા હે‌િરટેજ ઇમારત તરીકે જાહેર કરાઇ છે. હે‌િરટેજ ઇમારતના રિસ્ટોરેશન માટે તંત્ર દ્વારા ટીડીઆર અપાતા હોઇ હે‌િરટેજ ઇમારતની ડિઝાઇન પણ બનાવવાની મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તૈયારી દર્શાવી છે.

અત્યાર સુધી શહેરભરમાં પ્રોપર્ટી ટેક્સનાં બિલ એકસરખા સફેદ રંગના કાગળમાં છપાવીને તેનું કરદાતાઓમાં વિતરણ કરાય છે, પરંતુ હવે પહેલી વખત શાસકો દ્વારા હે‌િરટેજ મિલકતધારકોને આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના પ્રોપર્ટી ટેક્સનાં બિલ અલગ રંગથી છાપીને આપવાનો નિર્ણય લેવાયો છે.

(1:35 pm IST)